Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હુન્નર”
ભાગ :૧
વર્ષોના સંબંધો ની એ હોડી કિનારે પહોંચતા જ પ્રેમ દ્વેષના ભારથી તરીજશે એ જાણતા જ મીરાં હર્ષાર્શ્રું માંજ ડૂબી ગઈ .એજ જીવનનાં બોઝથી જીવતી
હતી તેમજ જીવ્યા કરત.હા તેનો એકમાત્ર શોખ હતો બાળપણનો પીંછી થી ચિત્રો બનાવવા રંગ પૂરવા અને
સફેદ કેનવાસને રંગો થી રંગીન બનાવવા.દોહિત્રી સમાએ આજે તે આશ્ચર્ય જનક આનંદમાં ફેરવી સુખદ
આશ્ચર્ય આપ્યું હતું તેની સામે પચ્ચીસ થી પંચોતેરવર્ષ
નો ઈતિહાસ ચલચિત્ર બની દેખાવા લાગ્યો.
લગ્ન થયા ત્યારે સુંદરતાની મૂરત હતી તે લાંબા ઘૂંટણ સુધીના નાગણ જેવા વાળ એ ધોતી ને સૂકવવા
ઓટલે બેસતી આવતા જતા ની હાય!નીકળી જતી,
ચંચળ આંખોમાં મસ્તી હતી ને પગમાં હરણ જેવી ફર્લાંગ ,ક્યાંય સ્થિરતા નહિ. ગંભીરતા ને ઓળખતી નહિ. પણ પીંછી ક્યાંક ખોવાઈ ગઈ!ધીરે ધીરે તે સંસારમાં પડી ગઈ.બે બાળકી ની માતા બની.સંયુક્ત
કુટુંબ હતું .કામ ને રામ માં સખી મળી જેઠાણી રૂપે.
ઘરમાં સર્વ ને ખબર હતી કે સોમાલાલ શાહ જેવા
ચિત્રકારની તે વિદ્યાર્થીની હતી,સુંદર પોટ્રેટ બનાવી ને
મીરાંની આબેહૂબ છબી કંડારી હતી તેમણે.સાસુમા ખૂબ જ સુધારાવાદી હતા,જેઠજી ગુજરાતના ચિત્રકારો
મા ગણાતા પણ મીરાંએ ક્યારેય પીંછી ન પકડી કે ન પકડી સકી.કેમ..?પ્રશ્ન કંઈક સમજ માં આવતા ઘરમાં
નાની ભત્રિજી થોડી નિરાશ થતી પણ કાંઈ બોલી ન સકતી.શિક્ષણ તો શિક્ષણ જ છે.તો કેમ એણે મન ન કર્યુ.કેમ પતિની જડતા સામે માથું ન ઉંચક્યું.?
સમયના વહાણા વાયા ભત્રિજી પ્રશ્નો ને લઈ સાસરે વિદાય થઈ . મીરાં પણ દીકરી ને પરણાવી.
નાની બની ને દોહિત્રી આવી.સંસાર તો વિશાળતા
ના રૂપે વધવા લાગ્યો .સફેદ કેનવાસ જેવી જિંદગી
જીવંત જીવતાં મીરાં હવે થાકી હતી.એક દિવસ સવારના પહોરમાં તેણે આંગણે એક સુંદર સફેદ પક્ષી
વિહરી રહી હતું .સૂર્યના કુમળા કિરણો મા ડોક ઊંચી નીચી કરતું તે ચારે બાજુ જોતું ફરી રહ્યું હતું.મીઠો હુંકાર સાંભળતી મીરાં ક્યાંય સુધી બેઠી એને નિહાળી
રહી હતી.મન માં હર્ષ હતો કેટલાય સમય પછી આ દ્રશ્ય તેને આનંદ આપી રહી હતું .

Gujarati Story by Jayshree Patel : 111223010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now