જ્યારથી તને હું ચાહવા લાગી છું !
ત્યારથી તારી હરેક વાતથી, હાં ! મને ફર્ક પડે છે.
તારા હોંઠો પર મારું નામ, મારા હોંઠો પર તારું !
એથી વિશેષ કોઈ નામ આવે તો, હાં ! મને ફર્ક પડે છે.
કેમ ના થઈ પઝેસિવ, પ્રેમ કરું છું તને !
સંગ તારી બીજું કોઈ હોય તો, હાં ! મને ફર્ક પડે છે.
એટલે નહિ કે સેંટી છું, બસ ચિંતા હોય છે તારી,
ક્યાંક કાદવનું કોઈ છીંટ તારા પર ઉડે તો, હાં ! મને ફર્ક પડે છે.
જાણું છું સક્ષમ છે તું, મુશ્કેલીઓથી લડી લેવાને !
વ્યક્તિત્વ મારું સ્ત્રી નું છે ને, બસ એટલે જ મને ફર્ક પડે છે.
હશે જો આંસુ આંખોમાં તારી, તો મનાવી લઈશ હું !
પણ જો એ આંસુ પર નામ મારું ના હોય ને તો, હાં ! મને ફર્ક પડે છે.
હોય માંગણી તારી, ને અગર હું પૂરી ના કરી શકું !
છતાં જો તારી ત્યાં જીદ ના હોય ને તો, હાં ! મને ફર્ક પડે છે.
ક્યારેક કોઈ ઝઘડામાં, લાંબા લાંબા મેસેજ ની ચાહ હશે !
પણ તારા એજ રિપ્લાય ટૂંકા બને તો, હાં ! મને ફર્ક પડે છે.
આદત છે મને, તારી સાથે ચેટ કરતા રાતના ૨ થી ૩ વગાડવા,
પણ એજ મેસેજ ૭ વાગ્યામાં gn બની આવેને તો, હાં ! મને ફર્ક પડે છે.
તું અને તારી તમામ વાતોથી, હું જ નઈ આ રૂમ પણ હવે અજાણ નથી,
તારો એક માત્ર સંવાદ ના હોય ને દિવસભરમાં, તો કહું છું, સાંભળ ! મને જ નઈ આ તકિયાને પણ એટલોજ ફર્ક પડે છે.
પૂછે છે મને રોજ તારા વિશે, આ રૂમની દરેક વસ્તુઓ,
જો મૌન .... બની જવાબ નઈ આપુ તો, હાં ફર્ક એમનેય પડે છે.
જ્યારથી તને હું ચાહવા લાગી છું !
ત્યારથી તારી હરેક વાતથી, હાં ! મને ફર્ક પડે છે. ....