English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???

ગધેડાએ વાઘને કહ્યું ,
' ઘાસ પીળું હોય છે .'
વાઘે કહ્યું ,
' નહિ ઘાસ તો લીલું હોય છે .'

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '

સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'

ગધેડો , ' આ વાઘ માનતો જ નથી .મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'

રાજાએ ઘોષણા કરી , '
વાઘને એક વર્ષ માટે જેલ થશે . '

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને ? '

મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો
લીલું હોય છે .

વાઘે કહ્યું , ....
તો પછી મને જેલની સજા શા માટે ? '

સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ......

ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા .

*શીખવાનું શુ.....? ?*
*કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોય એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.*

*કારણ કે એમાં કિંમત આપણી થાય મૂરખ ની નહીં.*

???

English Shayri by બાબા સત્સંગી : 111209162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now