કચરાના ઢગલામાંથી પ્રખયાત રોક ગાર્ડન બનાવવા વાળા નેકચંદ સૈની ની જીંદગી કરોડો લોકોને પ્રેરણા પૂરી પાડે છે
દુનિયામાં અમુક લોકો ધૂની હોય છે તેઓ કોઈ પણ ભોગે પોતે ધારેલું કાર્ય કોઈપણ સંજોગોમાં કરીને જ જંપે છે........
પછી ભલે ને દુનિયા ઉચા નીચી થઈ જાય.....
ચંડીગઢને રોક ગાર્ડનની ભેટ દેવા વાળા નેકચંદ સૈની તેવીજ એક વ્યક્તિ હતા, પોતાની તાકાત ઉપર કચરાના ઢગલાને વિશ્વની સૌથી લોકપ્રિય પર્યટન ની જગ્યા બનાવવા વાળા નેક ચંદ સૈની ની કહાની એટલી જ પ્રેરણાદાયી છે.
બે વર્ષ પહેલાં જ કેન્સરની બીમારી સામે ઝઝૂમતા તેમનું મૃત્યુ થઈ ગયું પરંતુ માણસ જો વધારે તો શું કરી શકે એમની કહાની ઉપરથી જાણી શકાય છે...
નેકચંદ સૈની નો જન્મ ૧૫મી ડિસેમ્બર ૧૯૨૪ ના રોજ શંકર ગ ઢ નામના એક જિલ્લામાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે, તેમનો પરિવાર શાકભાજીની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ પંજાબના નાના શહેરમાં રહેવા લાગ્યા, વર્ષ 1951માં નેકચંદ સૈની ને રોડ ઇન્સ્પેક્ટર તરીકે પંજાબ સરકાર માં નોકરી મળી અને જલ્દી તેમનો ટ્રાન્સફર ચંડીગઢમાં થયો...
જ્યારે ચંડીગઢમાં કન્ટ્રકશનનું કામ મોટા પાયે શરૂ થયું ત્યારે નેકચંદ સૈની ને રસ્તા નિરીક્ષક ના પદ ઉપર મૂકવામાં આવ્યા, નેકચંદ સૈની પોતાની નોકરી પૂરી થયા પછી પોતાની સાઇકલ ઉઠાવતા અને ખાલી કરાયેલા ગામડાં અને પીડબ્લ્યુડી સ્ટોરમાંથી નકામો સામાન અને ભંગાર એકઠો કરતાં, તેઓ ખાલી પડેલા જંગલની જાતે સફાઈ કરતાં અને કચરામાંથી ક્રિએટિવ વસ્તુ બનાવતા, તેઓ પોતાનું કામ એવી ખામોશીથી અને ગુપ્તતા થી કરતા કે તેની જાણ તેમના ઉપરી અધિકારીઓને 19 વર્ષ પછી થઈ ત્યાં સુધીમાં નેકચંદ સૈની ૪ એકર જગ્યામાં વિવિધ કલાકૃતિઓ બનાવી ચૂક્યા હતા
જ્યારે સરકારે તેે ગાર્ડનનો નાશ કરવાનું વિચાર્યું ત્યારે પંજાબના લોકો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા અને છેલ્લે લેન્ડસ્કેપ એડવાઇઝરી કમિટિ એ ગાર્ડન ને મંજૂરી આપી દીધી, એ જમાનામાં chief એડમિનિસ્ટ્રેટર ડોક્ટર એમ.એસ રંધાવા એ તેને રોક ગાર્ડન નું નામ આપ્યું કુલ ચાલીસ એકરમાં ફેલાયેલા ગાર્ડનનો 1976માં સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ગાર્ડન નું કામકાજ ત્રણ સ્ટેપમાં કરવામાં આવ્યું હતું
પ્રથમ સ્ટેપમાં એવી કલાકૃતિઓનો સમાવેશ થતો હતો કે જે નેક ચંદ સૈનીએ ગુપ્તતા થી બનાવ્યા હતા.
ત્યાર પછી બીજા સ્ટેપ નું કામ એમણે 1983માં પૂરું કર્યું
આ વખતે ગાર્ડનમાં થિયેટર, તળાવ, જેવી અનેક નવી વસ્તુઓ હતી
તદુપરાંત કોંક્રિટ ઉપર માટીનો લેપ ચડાવીને અલગ-અલગ પાંચ હજાર જેટલી નવી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી
ત્રીજા સ્ટેપમાં અનેકવિધ નવી વસ્તુઓ અને મોટી વસ્તુઓ બનાવવામાં આવી જેમાં અનેક મિનારાઓ બનાવવામાં આવ્યા, મિનારાઓ માં હીચકા લટકાવવામાં આવ્યા એમ જ એક માછલીઘર અને ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું તે સમયે આ રોક ગાર્ડનની દરરોજ પાંચ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હતા
નેકચંદ સૈની ચંદીગઢમાં સૌપ્રથમવાર સિમેન્ટ ની પાકો રસ્તો પણ બનાવ્યો હતો
કોઈપણ પ્રકારની અત્યાધુનિક ટેકનીક અને ટેકનિકલ જ્ઞાન વિના અને જાત મહેનતથી નેકચંદ સૈની એ OUTSIDER ART ના કન્સેપ્ટને પ્રખ્યાત બનાવ્યો હતો
તેમના કાર્યને ધ્યાનમાં રાખીને 1984માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ખિતાબ આપવામાં આવ્યો હતો
નેકચંદ સૈની નું અવસાન 11મી જૂન 2015 ના રોજ થયું. તેઓ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે.