★ સંવાદ ★
ના હું તને પ્રપોઝ કરી શક્યો કે ના તું મને પ્રપોઝ કરી શકી,
છતાંય લાગણીઓ અકબંધ એ આંખોના સંવાદ થકી.
ના હું કંઈ બોલી શક્યો કે ના તું કંઈ બોલી શકી ,
છતાંય કર્ણપટલ ધ્રુજ્યા એ હોઠોના સંવાદ થકી.
ના હું કંઈ માંગી શક્યો કે ના તું કંઈ માંગી શકી,
છતાંય સઘળું સોંપી દીધું એ હાસ્યના સંવાદ થકી.
ના હું તને સ્પર્શી શક્યો કે ના તું મને સ્પર્શી શકી,
છતાંય પ્રેમાળ હુંફનો અહેસાસ એ શ્વાસના સંવાદ થકી.
ના હું પાસે આવી શક્યો કે ના તું પાસે આવી શકી,
છતાંય મિલનની અદ્દભુત અનુભૂતિ એ આત્મના સંવાદ થકી.