Gujarati Quote in Poem by Parul Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kaavyotsav 2.0

(ભાવનાત્મક)

એબોર્શન

પપ્પા,મને ના મોકલશો,મને નઇ ગમે.
મમ્મીથી સાવ છૂટા પડવાનું ,
લીલાંસૂકાં વનવગડે આમ વિખૂટું પડવાનું ,
નઇ ગમે પપ્પા, અમને નઇ ગમે.
પપ્પા, મને ના મોકલશો, મને નઇ ગમે.

પેલો ધગધગતો લાવા
કરી નાખશે મારી છાતીનાં
ટૂકડે ટૂકડાં...
ખોદી નાખશે મારાં ગુપ્તાંગોને
ફરી ક્યારેય ના ઊગવા માટે.
મારાં શ્રુતિપટલ પર પડઘાય છે
કઈં કેટલાંય આર્તસ્વરો.
ધમધમતા મશીનોના કોલાહલથી રૂંધાય છે હવે મારી છાતી,ભીંસાય છે હસ્તકંકણો
ને તૂટે છે તડાતડ તડાતડ મારી પાંસળીઓનાં નાજૂક નાજૂક વળાંકો.
મારાં ચહેરા પરની ગુલાબી મોસમને ના બદલશો પપ્પા,મને ના મોકલશો,
મને નઇ ગમે.
ના તોડશો મારી જન્મજન્માંતરની અવતારલીલાનાં અડાબીડ વૃક્ષો.
મારી લાલચટક પાનીઓને
ઓ મારા પપ્પા,
જરાક તો તક આપો, લીલી લીલી પગલીઓ પાડવાની!
પછી જોજોને પપ્પા, આઈ પ્રોમીસ,
હું મારી જાતને સાબિત કરીશ,
ગગનચૂંબી ઇમારતો પર હશે મારું ઘર,આપણું ઘર પપ્પા.
હું આકાશને આંબીશ,તમારો જ હાથ પકડીને, પકડશોને પપ્પા,
મારાં આ નાજુક ટેરવાં
ઝંખે છે તમારો સ્પર્શ.
મારી મમ્મીનાં અધબીડાયેલાં હોઠ અને ટપકતી આંખો,
ઝંખે છે તમારો સાથ.

મારી રહીસહી શક્તિનો આ અંતિમસ્વર
સાંભળોછોને પપ્પા,
મને તમને છોડીને જવું નઇ ગમે.

તમને ગમશે પપ્પા?
નઇ ગમે ને?
.....(પારૂલ મહેતા)

Gujarati Poem by Parul Mehta : 111169854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now