નથી રહેવાતું આખી જિંદગી કોઈનાથી એકલા,
માટે જ બાંધે છે લોકો સંબંધ,
હોય જો હામ દરેક પરિસ્થિતિમાં સંબંધ નિભાવવાની,
તો જ કરજો પહેલ સંબંધો બાંધવાની અને આથી જ સંબંધનું મહત્વ જોવાતા લખાયું કે,
સાથ અક્ષરોએ આપ્યો અને કવિતા વર્ણાઈ ગઇ,
સાથ ફૂલોએ આપ્યો અને બની ગયો હાર,
સાથ અને પ્રેમ આપ્યો સભ્યોએ અને પરિવાર બની ગયો!!