હું મળીશ તને ક્ષિતિજે,
જ્યાં ધરતી આકાશ ને મળે છે.
ને દરિયા ની મોજો ને ચંદ્ર ની કિરણો ચુમે છે.
જ્યાં પવન ની શીતળ લહેર થી
વૃક્ષ ની ડાળીઓ ઝુમે છે.
જ્યાં ખરાં - ખોટા ની પરખ નથી;
અને જ્યાં હું તારા થી અલગ નથી.
એ વાંસળી ના રેલાયેલ સૂરમાં;
અને દીવા થી ફેલાયેલા એ નૂર માં .
હું મળીશ તને એ હરેક સ્મિત માં;
ને આંસુ જે વહે છે પ્રીત માં.
એ હ્યદય ના ધબકાર માં;
અને એનીયે વચ્ચે રહેલા અંતરાલ માં.
એ પાયલ ની ઝંકાર માં ;
અને ચૂડી ની રણકાર માં .
એ ઊડતી લહેરાતી ચુનર માં ;
અને છતાંયે સાચવેલી લજ્જા નાં એ હુનર માં .
હું મળીશ તને દરેક - એક લખાણમાં ;
અને લખાણમાં રહેલા પ્રેમ નાં એ ઊંડાણમાં .
એ લીધેલાં એક - એક શ્વાસ માં ;
અને લંબાયેલા હાથ ના વિશ્વાસ માં .
એ ફૂલો ની સુવાસ માં ;
અને સૂર્ય ની કિરણો થકી નાં ઉજાસ માં .
એ ભમરા ની ગુંજન માં;
અને સ્પર્શ થકી નાં સ્પંદન માં .
હું મળીશ તને વેણી ની મહેંક માં ;
ને પંખી ઓ ની ચહેક માં .
હું મળીશ તને દરેક - એક પળ માં;
અને અખંડ વિશ્વ સકળ માં.
~ કોમલ જોષી