" જોઈ કાળા અંબર વાદળ ઘેરા
નક્કી જ,
આજ, બે દિલ પ્રેમ માં મળવાં ના ને ફરી તેડાં
ધરતી અંબર નો, પ્રેમ કેવો'ક
તપતી ધરતી દિનરાત પ્રેમદીવાની
ને, ધોધમાર વરસ્યો મેહુલો પ્રેમ તરસ છીપાવાતો "
પ્રેમ હું કહું ને, તું સમજે એ તો સૌ કોઈ સમજે, પણ, હવા ના સ્પર્શ થી પળપળ ઢળતી તારી કાળી પલકો માં હું તારું અંતર આયખું ય સમજી જાય એ મારો પ્રેમ,
સવાર ઉઠતાં હું તને યાદ કરી લવ ! એ, તો કદાચિત, મારી સૌ પ્રત્યેની લાગણી હોઈ, ખરી !પણ, હું ઢળતાં સૂર્ય ની લાલાશ ને આંખો માં ભરી હું, તને ફરી મળવાં ની આશ માં પોઢી, ઉગતાં સૂરજ સંગ હરેક પળપળ માં તારી યાદ ને હું સમાવે એ, પ્રેમ
સમય ના વ્હેણ સંગ બધું જ વહી જાય ને, હરેક યાદ હું ભૂલી જાવ પણ, ધૂંધળો ધૂંધળો તારો એ, ચહેરો મારાં સ્વપ્નો માં મલકાતો જાય એ પ્રેમ
અનેકો સુંદર માયાવી મુખોટાઓ ની ભીડ માં મારું મન, રદય, અક્ષ, તને, જ આમતેમ શોધતું ફરતું હોઈ તો એ, પ્રેમ
હજારો ચાહનારાઓ માં છલકાયો હું, ને, ના યાદ કરવા છતાં-પણ મારું, દિલ તારી તરફ ધસડાય ને, મળવાં દોડી આવે તો એ, પ્રેમ,
દરિયા જેવડું તો મોટું દિલ છે મારું, તારા માટે બેધડક ધડકી જાય તો એ, પ્રેમ
હસતાં મુખડાં ની પાછળ લુપાતા છુપાતાં અસહ્ય એ તારાં દુઃખ ના દર્દ ને હું સમજી જાવ એ,પ્રેમ
શબ્દો નો મેળ-મેળાપ ના મળતો, ને હું અણસમજુ ને કાઈ મતલબ ન સમજાતો !ને હું તારો હરેક શબ્દ નો અહેસાસ સમજી જતો એ, પ્રેમ,
એકલતા ના ધૂળિયા મારગ એ હું તને મારા અક્ષ માં આસું થઇ વિચારી વહાવું એ, પ્રેમ.Dipika rathod~