... તુ મારી છે...
યાદો તારી સંભાળીને રાખી છે,
છાની રહેજે, રડતી નહીં તું રાત હજી બહું બાકી છે.
તારી આંખોના સ્વપ્નમાં જીવન મરણનાં આંશુ છે,
ચાલ મદિરા પી લઉં, આજે તારી યાદ સાચી છે.
નામ મુકને એ લોકોના, એ સૌ સાથે આપણે શું?
બસ, મારે તો તારી સગપણ અને પાક્કી મૈત્રી જોઇ છે.
જાણું છું કે રાત દિવસ એ સૌ પજવે છે તુજને,
અને પજવું છું હુ પડછાયામાં, તુંય હવે તો થાકી છે.
આપને બને તો રાધા કાન ને આપણી સામે આખી દુનિયા,
તુ છે સાચી પ્રેમી છતાં મે ક્યાં તને ચાખી છે.
પાગલ હો કે ગુસ્સેલ હો, ગાંડી હો કે ઘેલી હો,
જેવી હો તેવી કેવળ મારી તું આખેઆખી છે.