Gujarati Quote in Motivational by રામાશ્રય જ્યુબીલી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એ જ છે ભજન, સુટેવ આચરણમાં આવે.
બસ એ જ છે ભજન, કુટેવ મનથકી જે મૂકાવે.

સૌ પ્રત્યે વહે સ્નેહ સરવાણી સદાય અનાયાસે,
બસ એ જ છે ભજન, જે કિન્નાખોરીને હટાવે.

વિશાળતા રહે વટવૃક્ષ સમી ઔદાર્યને જન્માવે,
બસ એ જ છે ભજન, જે સંકીર્ણતાને છોડાવે.

સત્ય વસી જાય પ્રત્યેક જનમાનસે સનાતન જે,
બસ એ જ છે ભજન, જેને અસત્ય કદી ન ફાવે.

ખુદ ઇશ રહે સરાહી અવની પર માનવતા જોઈ,
બસ એ જ છે ભજન, જે માણસાઈને પ્રગટાવે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Motivational by રામાશ્રય જ્યુબીલી : 111158292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now