આજ,મેં માનવતાને મરતી જોઈ છે!
એક અન્ન દાણાં કાજે મંદિર,મસ્જિદ,ને કેટલાંય જાહેર ઠેકાનો પર,ભૂલકાઓના એ,અંદર ધકેલાયલા પેટ ની એ ભૂખને નયનો થી ભાંખી છે!
બીજી તરફ દેવાલયો માં અઢળક ભંડારો નું દાનપુણ્ય અને શિવલિંગો પર દૂધની રેલમછેલ જાંખી છે!
આજ,મેં માનવતાને મરતી જોઈ છે!
કાવડમાં બેસાડી દેવાલયનાં દ્વારે દ્વારે ફરતો શ્રવણની
એ, ગાથાય હજુય સૌ મોંઢે ગવાય છે!
છતાંપણ,હરેક શહેર માં ઘરડાં ઘર મોટાં થતાં જ,જોવાય છે!
આજ,મેં માનવતા ને,મરતી જોઈ છે!
પવિત્ર પ્રેમ રાધાકૃષ્ણ ના સોંગધ તો, લેવાય જ છે
ને,એજ પવિત્ર " પ્રેમ "ને ક્યારે'ક પલંગ પર ની દેહી જરૂરિયાત તો, ક્યારે'ક શતરંજ ની રમત થઇ ભાવનાઓ સંગ રમાય છે!
આજ,મેં માનવતા ને, મરતી જોઈ છે!
ગ્રંથો, વેદો અને પુરાણો માં નારી "શક્તિ" થઇ પુજાઈ છે
તો, એજ નારીશક્તિ નું ખુદ ભગવાન ના દ્વારે જ કોઈ'ક હેવાન ની હવસ નો શિકાર બની ઘવાય છે!
આજ,મેં માનવતા ને મરતી જોઈ છે!
મારેલાં ને પણ,મારતાં આ માણસ રાક્ષસ થતાં મેં જોયો છે
ક્યાં'ક લોહીના સબંધો તો, ક્યારે'ક પ્રેમના સબંધો એ ઈર્ષા
ના આવેગ માં માનવ થઇ માનવતા ને મારતાં જોયુ છે!
આજ,મેં માનવતા ને મરતી જોઈ છે!.
dipika rathod~