એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
અવાર-નવાર બદલાતા આ મોસમી મિજાજની મનમાની એ
અમે મુખૌટાઓ ની મોહ માયા મોહી રે
એ જુઠ્ઠી એ મુઠ્ઠી ને આજ ખોલી દઈ
એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
હતાશાઓ ના અનેકો હડસેલા માર્યા આ જિંદગી એ
મધદરિયે હાલક -ડોલક જિંદગી ની નાવડી ને જેમતેમ
તરી કિનારે તો પહોંચ્યાં જ છીએ
એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
સમય ના વહેતાં આ વ્હેણ સંગ અમે
સઁબઁધો ની સીંચતા,ખુદ સ્નેહ થઇ નિરંતર વહ્યા છીએ,
પણ, હજુંય ખુદ ના જ, પ્રેમ ની ભીનાશ કાજે કોરાકટ રહી ચુક્યા છીએ,
એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
મૃત્યુ ને પણ, બંધ મુઠ્ઠી માં ભરી અમે
જિંદગી ની હરેક પળ ને,
આજ, માં જ, મન ભરીને માની રહ્યા છીએ !
એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
કપરા સમય ની ચાલે ચાલી
પોતાના ઓ માં જ, પારકા નો ભેદ ભણી
પોતાનાઓ ની જીત ખાતર ખુદ હારી ને પણ જીત નો અહેસાસ લઇ ખુશ રહ્યા છીએ !
એકલતા ના રસ્તા પર !
અમે, આજ ભીડ થઇ ચાલ્યા છીએ !
ધસમસતા તપતા સૂર્ય ની બાંહો માં તપી
અમે, શીતળતા ને બહુ માની છે
જાણી આ દુનિયાદરી ને, ખુદ થી અનજાન કરી ગઈ આ
જીવન દોરી છે,
એકલતા ના રસ્તા પર !
અમે આજ ભીડ થઇ ચાલ્યા છીએ !.Dipika rathod ?