તારા એ,
ઘૂંઘરાળા શ્યામલ કેશ વચ્ચે સોહાતા
સુંદર સ્નેહલ ચહેરા પર
સ્મિતનું સદાયે છલક છલક છલકવું..
અને..
હોઠની એ રતુંબડી સુગંધી કળીઓમાંથી
સ્નેહભર્યા શબ્દઝરણનું સરક સરક સરકવું..
મને હજુયે યાદ છે..
સૂકાં પાંદડાંનાં ખખડાટ અને
સૂસવતાં પવનનાં ફફડાટ વચ્ચે
તારું એ લચકતી વેલની જેમ ઢળક ઢળક ઢળકવું..
અને..
મૌન મીઠી મધરાતે..શ્વેત ચાંદનીનાં અજવાળે
ને જીર્ણ ઝાડનાં સથવારે,
બે હૈયાંનું ધબક ધબક ધબકવું..
મને તો હજુયે યાદ છે..
શું તને યાદ છે??
-અંકિતા રાદડિયા