શબ્દ શબ્દ રમતાં રમતાં દુનિયા વાતોમાં ખોવાઇ જાય છે,
વાતો વાતોમાં મૌન ખબર નહીં ક્યાં સંતાઈ જાય છે,
અર્થની ગૂંચવણમાં બીચારા શબ્દો ગૂંચવાઈ જાય છે,
અને મૌનને શોધવામાં શબ્દોરુપી રમતમાં જ ગડબડ થતી જાય છે,
રમતને સુધારવા જતાં પોતે જ દોષી બની જવાય છે,
આરોપ-પ્રત્યારોપમાં બધો આનંદ છીનવાઈ જાય છે,
અને છેલ્લે તો બે-ચાર શબ્દો પણ પોતાનાંને પારકાં બનાવી જાય છે,
આ દરેક રીત જાણવાં છતાં પહેલની આશા સામેવાળા પાસેથી જ રખાય છે.....