આભે તેં ભરી નવલખ તારાની ભાત.
હરિ ત્યાં શું હશે મારી કાંઈ વિસાત.?
શશી સૂર તારા કેવા નિશદિન પ્રકાશે,
ઊજાળે અવનીને ના કોઈ પ્રતિઆશે.
છત્ર બનીને ધરાનું નભ કેવું શોભતું,
દૂરસુદૂર તોયે રખેને ક્ષિતિજે મળતું.
નીરધર વરસે ચોમાસે શકે અમીધારા,
ઇન્દ્રધનુના સપ્તરંગે થૈ એકે હજારા.
પાડી પ્રતિબિંબ અબ્ધિજળને રંગતું,
વ્યોમ વિશેષ સૌથી સદા સૌને ગમતું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '