ઇશ્વરના દરબારમાં સ્ત્રીપુરુષના ભેદભાવ નથી.
કોઈનું કર્મ જાય એળે એવી વ્યવસ્થા સાવ નથી.
મળે છે પ્રત્યેકને કક્ષા મુજબનો સહવાસ કદી,
ગમે ગુણો સર્વને ત્યાં કોઈને કશો અભાવ નથી.
નથી આસાન માર્ગ સત્યનો એ છે હકીકત ખરી,
ભલે આચરે અસત્ય તોય એનો કૈં લગાવ નથી.
સૌ રહ્યા છે ' શોર્ટ કટ ' ના આગ્રહી પહેલેથી જ,
ધર્મ કર્મનો જાણે કે એના પર કોઈ જ પ્રભાવ નથી.
આવકારે આગંતુકને સૌકોઈ ઔપચારિકતાથી,
હૈયું હસે અતિથિ આગમને એવા હાવભાવ નથી.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '