આજ કાલ ના સંબંધો વ્હોટસપ અને ફેસબુકના સહારે જીવાય છે
પ્રેમ પણ વ્હોટસપ કે ફેસબુક માં દેખાડવાનો અને પ્રેમી કે પ્રેમિકા એકબીજાથી રિસાય તો પણ વ્હોટસપ માં સ્ટેટ્સ મૂકી ને મનાવવાનું, સાલું ખબર જ ન પડે કે સ્ટેટ્સ પ્રેમી કે પ્રેમીકા માટે મુકવામાં આવ્યું છે કે પછી લોકો ને દેખાડવા માટે કે હું મારા પ્રેમી કે મારી પ્રેમિકા ને કેટલો બધો પ્રેમ કરું છું, મારા મતે તો પોતાના વ્યક્તિ માટે તો દિલ ની લાગણી જ અને પ્રેમ નો અહેસાસ જ કાફી છે.
નવી નવી મિત્રતા પણ ફેસબુકમાં કોઈના ૨૦૦, ૫૦૦, તો કોઈના વળી ૫૦૦૦, પરંતુ મારા મતે તો ફેસબુક ના ૫૦૦૦ મિત્રો કરતા સાચો મિત્ર ૧ જ કાફી છે, મારુ તો એવું માનવું છે કે ફેસબુક ના મિત્રો કરતા દિવસ માં એકવાર તમારી જિંદગીના સાચા મિત્રો સાથે બેસવું જ જોઈએ અને એન્જોય કરવો જોઈએ એ જે મજા છે એ ફેસબુક ના ૫૦૦૦ મિત્રો માં નથી, તમારા સુખ અને દુઃખ માં ૫૦૦૦ મિત્ર નહીં પણ તમારા સાચા મિત્રો જ તમારી સાથે હશે, આ ૨૦૦, ૫૦૦ , કે ૫૦૦૦ મિત્રો તો ખાલી દુનિયા ને દેખાડવા માટે જ છે, બાકી તો સાચો મિત્ર તો ૧ જ કાફી છે જે આપણા સુખ અને દુઃખનો સાથી, આવી દોસ્તી માં જ જિંદગી જીવવાની મજા છે.
✍? મનીષ ચુડાસમા