બાળક : પપ્પા બુક લેવી છે પૈસા આપોને.
પપ્પા : બેટા લે આ 20 રૂપિયા.
બાળક : પપ્પા મારે સાદી બુક્સ નહી Classmates ની લેવી છે,
100 રૂપિયા આપો વધશે એટલા પાછા આપીશ.
પપ્પા : ઓકે બેટા.
10 વર્ષ પછી જ્યારે પેલો બાળક નોકરી પર ચડે છે ત્યારે...
પપ્પા : બેટા દાઢી કરાવવી છે 30 રૂપિયા આપ ને.
છોકરો : 30 રૂપિયા,
પપ્પા તમારે ક્યા કાઇ એવી ફેશન
વાળી દાઢી કરાવી છે,
સાદી દાઢી કરાવી લો ને,
અથવા હાથે કરી લો ને.
પપ્પા : બેટા હાથ ધ્રૂજે છે હવે હાથે નથી થાતી દાઢી,
માટે વાળંદ પાસે કરાવી પડે છે.
છોકરો : લો આ 20 રુપિયા,
પેલો બસ સ્ટેન્ડ પાસે ફૂટપાથ પર
20 રૂપિયા મા કરે છે,
ત્યા કરાવવી હોય તો કરાવી લો...
પપ્પા : બેટા લાવ 20 રૂપિયા ચાલશે,
પરંતુ રુદન સાથે વેદના કાઢતા બોલે છે,
(બેટા ત્યારે Classmates મા પણ એ જ લખાતું હતુ ને સાદી બુક્સ મા પણ એજ લખાતુ હતુ ત્યારે ફેશન ના કરી હોત તો ના ચાલત)
ભાઇઓ "મોજશોખ" તો પપ્પા ના રૂપિયા થી જ થાય,
બાકી આપણી કમાણીથી તો ખાલી ધર પણ માંડ ચાલી શકે...