મળી એકમેકની નજરને જિંદગી જીવવા જેવી લાગે.
થયું જીવન કૈં માતબરને જિંદગી જીવવા જેવી લાગે.
થૈ ગઈ તારકમૈત્રી કેવી અનુસંધાન ઉરનું જાણે સધાયું,
મન ઉપર થઈ ગૈ અસરને જિંદગી જીવવા જેવી લાગે.
મળી ગયું મબલખ પરસ્પર મિલનોત્સુક હૈયાંને આજે,
પુનરાગમનની રહી સબરને જિંદગી જીવવા જેવી લાગે.
હરાયું મન આડવીતરું ના કશું ઉકલે કામ જે કરવાનું,
મુલાકાત વિચારે થંભે ડગરને જિંદગી જીવવા જેવી લાગે.
ફૂટી સરવાણી સ્નેહનીને ઝંખના બની ગઈ બળવત્તર,
વાણી કાજે ઉત્સુક અધરને જિંદગી જીવવા જેવી લાગે.
આવી ગૈ વસંત એકાએકને લચી પડ્યાં દ્રુમો બાગમાં,
કરી રહ્યા ગુંજારવ ભ્રમરને જિંદગી જીવવા જેવી લાગે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '