Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય કદી પણ ભૂલી શકાતું નથી બાળપણ.
ફરીફરી જીવનમા વળી આવતું નથી બાળપણ.

ભૂલકાં સંગ રમવાની મઝા જ કૈંક ઔર હોય,
પરંતુ કદી વડિલોને સમે સમજાતું નથી બાળપણ.

પળમાં રીસાવુંને પળમાં મનાય જવું સ્વભાવ છે,
એને ખેલકૂદથી અધિક કૈં લાગતું નથી બાળપણ.

અફસોસ આજે છીનવી લેવાય છે એ બાળપણ,
ભણતરના ભારમાં રખેને ગોઠતું નથી બાળપણ.

રમતગમતને ધિંગામસ્તી ના પુનઃ જીવનમાં મળતી,
લાગે છે કે વયસ્કોને પણ ઓળખાતું નથી બાળપણ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111133410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now