Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદૈવ સદગુણોને આવકારું છું, સાધક છું.
મૂઠી ઊંચેરું લક્ષ્યને હું ધારું છું, સાધક છું.

છે તમન્ના મને હંમેશાં કૈંક કરી છૂટવાની વળી,
જગતના મહાપુરુષોને સંભારું છું, સાધક છું.

આમ તો ગાંધીજીને હું આદર્શ માનીને ચાલું,
સત્ય આચરણે જીવન સુધારું છું, સાધક છું.

સાધ્ય મારું છે અપેક્ષિત પામવાની ઝંખના,
આવતી વિટંબણાથી ક્યાં હારું છું, સાધક છું.

સત્ય, સાદગી, સ્વાવલંબનને અહિંસા થકી,
કર્મપથને પ્રયત્નબળે શણગારું છું, સાધક છું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111133369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now