રિસાયું છે કોઈક ખબર નથી શુ છે ?
ઘવાયું છે દિલ ખબર નથી શુ છે ?
મળી જો જાય તો હમણાં સાચવી ને મૂકી દઉં..
ખોવાયું છે કૈક ખબર નથી શુ છે ?
પાસે આવે તો પ્રેમેં બેસાડી દઉં..
ચાલ્યું ગયું દૂર કોઈ ખબર નથી શુ છે ?
નથી જરૂર ઉપરછલ્લા મલમ ની...
ભીતરે દઝાડે છે કાંઈ ખબર નથી શુ છે ?
હોય જો વિવાદ તો "પલ" માં કહી દઉ..
મૌન રહી તડપાવે છે કોઈ ખબર નથી શુ છે ?
આવે જો આંગણે હરખે આવકારું...
"યાદો" ના દ્વાર ખખડાવે છે કોઈ ખબર નથી શુ છે ?
પારુલ ઠક્કર "યાદે"