મીઠી, રૂડી રઢિયાળી મદમાતી ભાષામાં એક તું ગુજરાતી,
બાળ તારો શરણે આવ્યો લેજે સંભાળ મારી.
નરસિંહ, નર્મદ, કાંત, ઉમા ને આજના તારા બાળની,
કાલીઘેલી ગુજલીશ રૂપે યુગે યુગ બદલાતી માં ગુજરાતી.
હિન્દી મારી માસી, સંસ્કૃત મારી દાદી, અંગ્રેજી પણ
અત્યંત પ્રિય એવી વિદેશી પાડોશી નારી.
પણ આમાંની એકપણ સ્થાન ના લઈ શકે તારું,
કેમકે છું હું તારો બાળ માત છે તું મારી માં ગુજરાતી.
બાળ છું તારો, સંસ્કાર છે તારા ના બોલું અપશબ્દ
બીજી સંસ્કૃતિને તારા ગુણગાન ગાવા,
છે બીજા માટે કટ્ટર નહી પણ ટટ્ટાર રહેવાની વાત માં ગુજરાતી.
બોલી નથી શકતો કડકડાટ અંગ્રેજી, કોઈ રંજ નથી,
તારા શબ્દોના જોરે ફાંકડું બોલતો માં હું ગુજરાતી.
નવરાત્રિમાં રોજ કરતો માં શક્તિ, દુર્ગા, કાલી ની પૂજા,
આજે તારા સહારે લાવ કરું માં શારદાની પૂજા માં ગુજરાતી.
- નિશાન