કોઈ સંબંધ બસ ચા સુધીનો પણ હોય
પણ ચા ની દરેક ચૂસકી એક વર્ષ જેટલી હોય
નાખેલું ના હો ભલે ખાંડ એમાં
છતાં એમાં સંબંધોની મીઠાસ હોય
બેસી બાંકડે ચા પીતા પૂછ્યું હોય નામ તારું
એની સાથે નવા સંબંધની શરૂઆત પણ હોય
તારા થી દુર થવાના ડરથી પણ
કપ ખાલી ના થાય એવી ઈચ્છા મનમાં હોય
મીઠાસ તારી વાતો ની અને ચા ની
પછી ભલે મને ડાયાબિટીસ હોય
આમ તો નથી મળતું કોઈ બહાનું તને મળવાનું
રોજ તારી સાથે પીવી ચા એજ મારું બહાનું હોય
સૌથી વહાલી તો છે મારી ચા
એનાથી પણ વ્હાલી તું શાયદ હોય
ઠાકોર સુરેશ...