Gujarati Quote in Blog by Baalak lakhani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️ગુસ્સા મા પ્રેમ ❤️

તે ક્યારે અને કઈ વાત પર ગુસ્સે થઈ જાય તે ખબરજ નોહતી રહેતી, તેની તે વાત જ ખૂબ ગમતી હતી, ગુસ્સા મા હોય ત્યારે વાત કરવાનું બંધ કરી દેતી હતી, અને રડી રડી ને આંખો માની કાજલ પણ વહાવી દેતી, કાંઇક પૂછો તો હા હું કાંઈ પણ નહી, બોલી તો રહી છું એમ જવાબ આપી દેતી હતી, એ એવું વિચારતી કે તેના ગુસ્સા નું કારણ હું એમજ સમજી જાવ તેના કહીયા વગર.
તેને તો બોવ ચાલુ લાગુ હું, ક્યારેક ક્યારેક તો તેના ગુસ્સા નું કારણ એવું હોય છે એની માને હસવું કે રડવું કાંઈ ના આવે, અને માની તો પોતાની મેળે જતી પણ માથાવતી બોવ, સિક્સ સેંસ બોવજ જોરદાર આમ સ્પાઇડર મેન જેવું, સાલું મેં કોઇ ભૂલ ના કરી હોય તો પણ ભૂલ કાઢી આપતી,

ખબર નહીં આ પ્રેમ સ્વાદિષ્ટ હોય છે કે અનોખો કે પછી અમુક સમય પછી દરેક વસ્તુ ની અદાત પડી જતી હોય છે,
જ્યારે બે લોકો સ્નેહ ની દોરી મા બંધાયેલાં હોય તો પરિણામ પહેલાંથી જ ખબર હોય છે, અંત હમેશાં સારો જ થઈ જાય છે.

સ્વેછા હોય કે મજબૂરી, પ્રેમ હોય કે બંધન આપડે ટેવાય જતાં હોઇએ છીએ, પરીણામ અને અપમાન બન્ને ના,

અપાડને જાણ હોય છે કે આપડા આમ કરવાથી સામે વાળા નું શું હાવભાવ આવશે પણ આપડે તેના માટે તૈયાર હોઈએ છીએ. દોષી હોવા છતા પોતાના થી અજાણ બનવાની ફાલતુ કોશિશ કરીએ છીએ

આ બધું એટલું કોમપ્લીકેટ નથી હોતું, જેટલું તેને આપડે બનાવી દેવી છીએ, અને પ્રેમ તો એક એવો મર્મ છે જે દરેક હેકડી ને કંપાન્સેટ કરતો ચાલીયા કરે છે, લાખો ફરીયાદો હોવા છતાં તમારા દરેક રસ્તા એકજ મંજિલ પર જતા હોય છે,

પ્રેમ માં તો વગર વરસાદે પણ કીચડ થઈ જાય, ભર શિયાળે પરસેવા છૂટી જાય, ધોમ ધાખતા તાપ મા રૂવાડા બેઠા થઈ જાય,



વગર નિંદર કરીએ સપના અવવા લાગે,  બાસમતી ચોખા વગરજ પુલાવ પાકી જાય, વગર ભૂલે સજા ભોગવવી પડે.

ખબર નહીં ગુસ્સો પ્રેમ ને બનાવે છે કે, નેસ્તોણબૂદ કરી દે છે, પણ પ્રેમ માટે તે મસાલા નું કામ કરે છે, પૂરો થઈ ગયો હોય છતાં અભિક્રિયા ની ગતિ ને કરી જાય છે, અને કરતો જ રહેશે, પાલડા સરખા કરે છે, અને હા તેના પ્રેમ ને પણ, છેલ્લે ગુસ્સા પછી બે ચાર ગણો પ્રેમ વધી  જ જાય છે

❤️ ? બાળક

Gujarati Blog by Baalak lakhani : 111129519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now