ઘણીવાર એવું થતું કે સૌરભને સાંજે ક્યાંક કોઈ પાર્ટીમાં જવાનું હોય અને ઘરે ન જમવાનું હોય.. ત્યારે હું થોડા બટેટા પૌંઆ કે મસાલા ખિચડી બનાવી લેતી... એમ કે મને અને બાળકોને ચાલશે!
હવે મારા છોકરાએ મને દિવ્ય જ્ઞાન આપ્યું... હા જી જ્ઞાન તો બધે ફેલાયેલું પડ્યું છે તમે કેટલું સમજી શકો છો એ તમારા ઉપર છે, મારા દીકરાએ મને કહ્યું,
“મમ્માં ડેડી આજે નથી જમવાના પણ હું તો જમવાનો છું ને? તારે તો જમવાનું છે ને? આવું બોરિંગ શા માટે બનાવે છે... ડેડી બહાર પાર્ટી કરે તો આપણે ઘરે પાર્ટી કેમ ના કરીએ? આજે પિઝા કે નૂડલ્સ બનાવ અને તને કંટાળો આવે બનાવવાનો તો બહારથી ઓર્ડર કરી દે... તારો ટાઈમ બચશે, રાત સુધીમાં એક વાર્તા લખી નાખજે..!"
એક જ ક્ષણમાં લાગ્યું કે દીકરો મોટો થઈ ગયો... એટલો મોટો કે મને સલાહ આપી શકે અને મનાવી પણ શકે... મારો કંટાળો સમજી શકે... એની મમ્માને લખવાનું કેટલું ગમે છે એ સમજી, સ્વિકારી એના માટેય રસ્તો કરી આપી શકે એટલો મોટો...?
Thank you Krishna....?