Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories

મમ્મી ક્યાં ખોવાઈ ગઈ છે તું..!? હું ક્યારની તને બોલાવું છું. સાનિયાની ૯ વર્ષની દીકરી હેતવી એને બોલાવે છે. સાનિયા એને જમવાનું આપે છે અને ફરી ભૂતકાળ યાદ કરે છે કે.....

આજથી ૧૦ વર્ષ પહેલાં રેલ્વે સ્ટેશન ઉપર સમીરની રાહ જોતા બેભાન થયેલી સાનિયા ભાનમાં આવ્યા પછી સમીરને શોધતી જ રહી પણ એ ના આવ્યો. ત્યાંજ સાનિયાના મોબાઇલમાં જોયું તો સમીરનો મેસેજ હતો કે હું મારું પરિવાર છોડી તારી સાથે આવી શકું એમ નથી.

આ મેસેજ વાંચતા જ સાનિયા શૂન્યવત બની જાય છે. મારા માતા, પિતા, સ્વજનો, ઘર બધુંજ છોડીને જેના ભરોસે હું બહાર નીકળી એ જ ફરી ગયો..!!

ત્યાંજ ઉપસ્થિત એક ડોક્ટર સાનિયાને ચેક કરીને કહે છે કે ધ્યાન રાખો તમે મા બનવાના છો ને આમ એકલા ક્યાં જતાં હતાં..!? તમારા પતિ ક્યાં છે..!? આટલું સાંભળી સાનિયાના આંસુ આંખમાં જ સુકાઈ જાય છે. અને એ ટ્રેન પકડી એક નવી સફરમાં ચાલી નીકળે છે.

એ ભોળી ભાલી લાગતી સાનિયા એ ૧૦ વર્ષમાં કોઈને પણ હંફાવી નાખે એવી પ્રગતિ કરી નાખી હતી. જૂની જીંદગીએ ઘણું શીખવાડી દીધું હતું. એક તો મા બનવાની હતી ત્યારે એ જવાબદારીના બોજામાં પણ બહાર નીકળી શકી હતી. આ જ અરસામાં એને સાથ આપ્યો એવા વ્યક્તિ સાથે એ લગ્ન કરી સ્થાયી થઈ ગઈ હતી. અને એ વ્યક્તિ સાથે એની આ જિંદગી અને સપના પુર્ણ થયા. સાથે એના સાથ થકી સામાન્ય સ્ત્રી કરતા ઘણીજ વધુ પ્રગતિ કરી પોતાનો ગૃહ ઉદ્યોગ ઉભો કરી એક સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ સાનિયાના જીવન સફરમાં બે વાત મુખ્ય હતી...

૧) દરેકે દરેક સ્ત્રીએ પોતાને પગભર કરવીજ જોઈએ જેથી જીવનમાં આવતા આર્થિક વિધ્નોની પાર જઈ શકાય.
૨) ભૂતકાળ હમેશાં ભૂતકાળ હોય છે એ સારો કે ખરાબ. એમાંથી શીખી વર્તમાનને જીવવુ જોઈએ જેથી કરી વર્તમાનમાં રહેલા પાત્રો સાથે પોતાની જાતને પણ અન્યાય ના થાય.


*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111126869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now