#AB ?kunjdeep...
પાનખર આવ્યા નો એહસાસ મને પાંદડે પાંદડે થયો છે,
તારા વિરહમાં હું અને આ આમલી બંને સુકાયા છે,
તારા આવવા ના કોઈ તો એંધાણ આવશે એમ કરી ને જીવ્યા છે..
ફુટયું એક પાંદડું આ આબંલીયે
ને જો અમે વસંત ને વધાવી ઉઠયા છીએ...
આવ હવે તો જલદી વસંત બની
કારણ,
ડાળી એ ડાળીએ તારા જ નામ લખ્યાં છે..
તું જલદી જ આવશે હવે,
એમ વિચારી પ્રાણ રોકી રાખ્યા છે...
મોરલી ના સુર ધીમે ધીમે સંભળાય છે..
તારા આગમન ના જાણે ભણકારા થાય છે..
જાણું કાના, હવે પાછો તું નહીં આવે,
પણ આમજ મન ને મનાવી લીધા છે..
આપણા મિલન ની સાક્ષી એકમાત્ર આ આંબલી,
એણે પણ હવે તો એના પાંદડા ખેરવી નાખ્યા છે..
આ તારી ઘેલી રાધા ને આ આંબલી
બંને મુરઝાઈ ગયા છે...
આમતો જીવન માં વસંત જ હતી
પણ,
પાનખર શું આવી..
સૂકાં પાંદડા ની જેમ વિખરાઈ
ગયા છે..
જીવવાની અમને બંને ને કોઈ આશ ન હતી...
પણ,
આ એક પાંદડું આવ્યું ને નવ જીવન દઈ ગયું છે...
કુંજદીપ.