Gujarati Quote in Romance by Ashq Reshammiya

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચંદ્રકાંત બક્ષી.

પ્રેમ અને દોસ્તી :
-૨

કાંચળી ઉતારેલા સાપ જેવું નગ્ન શરીર જોયા પછી સેક્સનો ગ્લેમર નીકળી ગયો છે. દરેક નગ્ન ધડ સમાન લાગે છે, ધડ ને ચહેરો જ શરીર બનાવે છે, અને બીજી વ્યક્તિની ઊપસ્થિતિનું એકાંત સેક્સ ભડકાવે છે. બાકી, સેક્સ એકલી વ્ય- ક્તિમાં માત્ર એક આયામી છે.

મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌધ્ધિક છે. બુદ્ધિહીનને હું સહન કરી શકતો નથી. બુદ્ધિમાન સ્ત્રી સાથે સેક્સ એ શેમ્પેઇન સાથે કેવિયાર છે, અને શેમ્પેઇન-કેવિયારના લુત્ફનો મને એહસાસ છે, અનુભવ છે, અનુભૂતિ છે. પ્રેમમાં ઇન્ટેસીટી છે, દોસ્તીમાં ઈન્ટીમસી છે. શત્રુ થવાનું માન હું દરેકને આપતો નથી, બહુ જ ખુશકિસ્મત માણસો મારા શત્રુઓ બની શકે છે. બુદ્ધિમાં એ મારો સમકક્ષ અથવા ઉચ્ચકક્ષ હોય તો, હું એને શત્રુ બનવાની તક આપું છું કારણ કે એ મારી ખાનદાનીની તાસીર છે.

પ્રેમ સૌથી વિકટ રહસ્ય છે, દોસ્તી સૌથી પ્રકટ ચમત્કાર છે. વીસ વર્ષ સુધી અસ્થમા કે ડાયાબિટીસ હોય તો મનુષ્ય એના અસ્થમા કે ડાયાબિટી- સને દોસ્તરૂપે જુએ છે.મારું દર્દ મારી સ્ત્રી કરતાં મારી વધારે નિકટ છે. સેક્સ કરતાં વેદનાનો પરિગ્રહ વધારે સખ્ત હોય છે. બે હાર્ટ-અટેક પછી હું હાર્ટ-અટેક વિના મરી જઈશ તો મરવાની મજા જરા કિરકિરા થઈ જશે. હેમિંગ્વેના " ઓલ્ડ મેન એન્ડ ઘ સી " માં વૃદ્ધ માછીમાર દિવસો સુધી મોટી માછલીની શોધમાં દરિયામાં ફરતો રહે છે અને જે માછલીને પકડવાનો છે એને " બ્રધર " અને " ફ્રેન્ડ " કહે છે. પહાડનું શિખર, કૂતરો, રાઈફલ, જેલમાં સાથે જાગતો રહેલો કૈદી, સાથે સાથે હસેલા માણસો... આ બધામાં દોસ્તીના અંકુર છે પુરુષમાં. સ્ત્રી જો વર્ષો સુધી માત્ર દોસ્ત જ રહે છે તો એ સ્ત્રીમાં જરૂર કંઇક કમી છે, મનની , શરીરની, સેક્સની. અથવા એ... ગુજરાતી સ્ત્રી છે ?

પ્રેમ અને દોસ્તી છે, રહી છે, માટે જીવન ખરાબા પર તકરાતું રહ્યું છે પણ તૂટ્યું નથી. પ્રેમ છે, દોસ્તી છે માટે જિંદગીબ સહ્ય બની છે, અંદરથી તૂટનનો અવાજ સાંભળીને પણ સ્વસ્થ રહી શકી છે. શરીરનો ધર્મ છે મરતા રહેવાનો, અને મનનો ધર્મ છે જીવતા રહેવાનો. પ્રેમ એંજિન-ઓઈલ છે, દોસ્તીન કુલન્ટ છે, મશીન ગરમ ન થઈ જાય એ માટે. પ્રેમ અને દોસ્તી એક જ પાત્રમાં મળતી નથી, જિંદગીને એટલી બધી સંકીર્ણ બનાવી મૂકવાની દાનત પણ નથી. સત્તર વર્ષ પાઈપ પી પીને જે અવાજને ખરજનો અવાજ બનાવી દીધો છે, એ અવાજ પ્રેમ કરવા માટે હવે નકામો છે, હવે એ ખરજના અવાજની ઘુટનમાંથી ફક્ત દોસ્તી જ કતરા કતરામાં ટપકી શકશે. પણ ત્યકતા, તલાકશુદા, અપરિણીતા, વિધવાનો અવાજ આટલો કાતિલ શા માટે લાગે છે, દોસ્ત ?

ધીરે ધીરે જિંદગી વેર લેતી જાય છે અને વર્ષોની શતરંજ શેષ થવા આવી છે. જેમની સાથે ત્રણ, ચાર, પાંચ દશકો જીવી લીધું હતું એ દોસ્તોના ફોટાઓ પર સુખડના હાર જોઇને હવે ઉદાસ થવાનું પણ હું ભૂલી રહ્યો છું અને એ સ્ત્રીઓને સંકોચાઈ જતાં જોઈ છે. એક સ્ત્રી પ્રેમને સહારે કેટલી જિંદગી સહન કરી શકે છે ? ગુજરી ગયેલી જવાનીમાં દરેક દિવસ રવિવારની સવારે શરુ થતો. ચોવીસ કલાકની દરેક ક્ષણ ચૂસી ચૂસીને જીવી શકાતી હતી. જેટલા દોસ્તો જીવે છે એનાથી વધારે દોસ્તો મરી ચૂક્યા છે. ગર્દિશે-આસ્માનીની મજા પણ ચાલી ગઈ છે. હવે સુકાઈ ગયેલી મોહતાજી પ્રેમનો પર્યાય છે, હવે કાળું પડી રહેલું લોહી દોસ્તીનો સહારો છે. પણ જિંદગી ધબકે છે.
બડી મહર્બાની, બડી મહર્બાની...

Gujarati Romance by Ashq Reshammiya : 111124750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now