મળવાનું રાખો ને યાર.....!
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી "મળવાનું" રાખો ને યાર...!
મળી લ્યો જયારે પણ તક મળે રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?
ક્યારે ડિનર રાખો ક્યારે ફરવાનું રાખો નાની નાની વાતોનો મનાવો ને તહેવાર...!
કહેવાય છે કે જિંદગી ચાર દિન ની હોય છે તો દરેક દિન નો હોય એક યાર...!
જીવન જો સંગીત છે તો અંતાક્ષરી નો છેલ્લો શબ્દ હોય યાર...!
જીવન જો સંતાકૂકડી છે તો મિત્રોના દિલ માં છુપાઈ જાઓને યાર...!
એક ચટાઈ,મનગમતો ખૂણો,થોડો નાશ્તો,ચાર ચાય ચાર મિત્રો
આવી હોવી જોઈએ એક સવાર...!
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
તો પછી મળવાનું રાખો ને યાર...!