Gujarati Quote in Song by Devang Dave

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લીમડો ય મહોરી ઉઠે એ જ તો વસંત!
આખરી અણસારો આપે એ જ તો વસંત!

તું નજીક હશે એ એંધાણી આપતી વસંત,
ડાળ ડાળ ઝંકોરી આપે એ જ તો વસંત!

ખિલવું જ રહ્યું ,એ તાકીદી આપતી વસંત,
આખરી સમયે નિખારે એ જ તો વસંત!

તાપ ચૈત્ર તણો, કેરી આંબે મ્હોરતી વસંત,
રાજવી ફળનો લાવી દે એ જ તો વસંત!

ચાહવું મળવું ખીલી ફેલાઈ જવું વસંત,
હોય તું મનડાનાં દ્વારે એ જ તો વસંત!

શિવ ઉત્સવથી માંડી નોમે રામ તે વસંત,
ગૃહસ્થી બનતો જોગીડો એ જ તો વસંત!

--દેવાંગ દવે ©

Gujarati Song by Devang Dave : 111123450
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now