સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાધો ભૂંસતા મોટો થયો.
જીતવું પણ હાર ના જેવું હતું,
આપણો જુદો નફો તોટો થયો.
જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.
ક્યાં બુલંદી કોઈને કાયમ મળી?
એક તારો એક લીસોટો થયો.
આયનામાં કાલે જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.
સૌ. ટ્વિટર