https://youtu.be/kaex5dxwONM
સત્ય ઘટનાઓ પરદે ઓછી મઢાઈ..
કાલ્પનિક ફિલ્મોનો જમાનો છે.પ્રજાને કલ્પના, દંભ અને ગેરમાર્ગે દોરવવાના ઠેકેદારો દિનપ્રતિદિન વધી રહ્યા છે.
ધર્મને નામે જીવતા સળગાવી દેવાની ઘટના મારી દ્રષ્ટિએ નેતાઓની પેદાશ છે.
ફરજ અને કર્મની વ્યાખ્યાઓ સમજવાની જગ્યાએ ધર્મોએ ધર્મસ્થાનોની દિવાલો અને માનવ માનવ વચ્ચે દિવાલો ઉભી કરવાનું કામ કર્યું.
વર્તમાન રાજનીતિ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.2019ની ચૂંટણી તમાસો બનીને આવી છે. મોબાઈલ સ્ટાર પ્રચારક હોઈ આપણા માટે રોજિંદી ભ્રામક પોસ્ટ તૈયાર કરવી લડાવવાનું કામ નેતાઓએ પ્રીપેડ માણસોને સોંપી દીધું છે.આવી પોષ્ટ શેર કરી આપણે ધન્યતા અનુભવીએ છીએ.આપણે વાસ્તવિક જીવન જીવવાનું ભૂલી પેલા નેતા અને ટીવી ચલાવે તેમ ચાલવાનું, વિચારવાનું શીખી ગયા છે. ક્યારેક આજ પોસ્ટ લડાઈ અને મારણ નું કારણ બને છે. ધર્મની લડાઈનો ભોગ બનેલ ગ્રેહામ સ્ટેઇન્સ અને પરિવાર ને દર્શાવતી અદભુત ફિલ્મ
"The Least Of These"ના કેટલાક અંશો અને રીવ્યુ
Voice Of Audience.
-શૈલેષ રાઠોડ