. *ચાવી*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*છેલ્લી ચાવી તમારી ચાલી*
કેટલીક પરિસ્થિતિ પરથી પસાર થયો,
કેટલા પહાડને મે હાથે તોડી ફેક્યા,
છતાં મારા માર્ગે ડગમગી ગયો,
*પણ મુખમાં તમારા નામને ના લીધું*.
મૃત્યુના દ્વાર સુધી લડતો રહ્યો હું,
માર્ગ પર ખોટું સાચું કરતો રહ્યો હું,
આગળ પહોંચીને પડી ગયો એકલો હું,
*છતાં પણ તારા શરણે ના આવ્યો હું*.
*દિલથી કર્યા જ્યારે જ્યારે યાદ*,
*તે ઘડીએ માત્ર તારી ચાવીએ કર્યો કમાલ*.
જીત અને હાર પરથી પસાર થઈ ચાલ્યો,
મેદાનને મૂકવામાં ખુદથી અલગ પડી ચાલ્યો,
જીવનના દરેક રસ્તાને બંધ થતાં જોયા મે,
*ત્યારે છેલ્લી ચાવી તમારી ચાલી*.
કહે છે દુનિયામાં ભગવાન ગાયબ,
અસ્તિત્વ ખુદનું નથીને ભગવાનને ગોતે,
જ્યાં જ્યાં દુનિયાની શક્તિઓ અંત પામી,
*ત્યાં ત્યાં માત્ર તમારી ચાવી ચાલી*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD