એ આંખોની, અસર મનમાં, એમ કાંઈ થતી તી,
ધીમીધીમી, ગઝલ વરસે, ગીત ગુંજે મહીં થી.
પી લીધી એ, અકળ મદિરા, હાય ગેબી નશીલી.
ભૂલું હું આ, જગત સઘળું, યાદ એની ભુલુંના.
પ્યારા આવા, કમળ નયનો, વિશ્વ માહીં મળેના,
વ્હા રે તેની, સકળ ગરિમા દેવતાઓ કળે ના.
છંદ: મંદાક્રાન્તા