નિઃશબ્દ થઈ હું તો નયને નટવર નીરખતાં.
નિ:શબ્દ થઈ હું તો સંમુખ શ્યામ નિહાળતાં.
થયા નાકામિયાબ સ્તુતિ, આરતીને પ્રાર્થના,
નિઃશબ્દ થઈ હું તો મીરાના મોહન પરખતાં.
પ્રસન્નવદને પ્રગટ્યા પૂરણકામ પરમેશ પ્રભુ,
નિ:શબ્દ થઈ હું તો રાધારમણ અવલોકતાં.
શંખ,ચક્ર, ગદા,પદ્મધારી અબ્ધિવાસી કેવા!
નિઃશબ્દ થઈ હું તો નરસિંહના નાથને જોતાં.
કરી દંડવત્ જુગલ સરકારની ઝાંખી કરતાં,
નિઃશબ્દ થઈ હું તો ઘટઘટવાસીને મળતાં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '