#બસ_ચા_સુધી .ગઝલ
તારી મારી યારી,બસ ચા સુધી,
ગમ ની સહિયારી,બસ ચા સુધી.
આવી મળો ને વાત પ્રેમની કરો,
પણ ઇશ્ક ખુમારી,બસ ચા સુધી.
કરશું રોજે રોજ આંખોથી ચાળા,
મારો નયન કટારી,બસ ચા સુધી.
દિલ છે દિલ થી ટકરાઈ જવાનું,
તોય દિલ દારી, બસ ચા સુધી.
બે ક્ષણ બે પળ,કે હો કલાક બે,
કર વાતો બે ધારી,બસ ચા સુધી.
છે નશો યૌવન નો,લત લાગી જાય,
આવી આદત સારી,બસ ચા સુધી.
હૈયું ચકડોળે ભલે ચડતું "પ્રતીક"
તારી મારી યારી,બસ ચા સુધી.
Dp,"પ્રતીક"