તને જાવું હોય તો જા,
હું તને રોકીશ નહીં
પણ હવે જો આવે તો,
પુરેપુરો મારો થવા આવજે.
એક બે લાગણી ભીના ઝાંટા નહીં,
પણ ધોધમાર લાગણી નો મેહ વરસાવા આવજે.
ગુંચવાયેલા મન થી નહીં પણ
સ્નેહ થી તરબોળ મન થી આવજે.
મને ફક્ત પામવા માટે નહીં
પણ જિંદગીભર ચાહવા માટે આવજે.
એકાદ સાંજ સાથે ગુજારવા નહીં
પણ જિંદગી ની તમામ સાંજ સાથે ગાળવા આવજે
એક નાનકડો ખુણો તારા દિલ નો નહીં
પણ સંપુર્ણ તારું દિલ મારા નામે કરવા આવજે.
થોડી પળો નો સાથ નિભાવવા માટે નહીં
પણ જિંદગી ભર નો સાથ નિભાવવા આવજે..