Wrong side એ જ Right side
આપણા દેશ માં વાહન ચલાવવા માટે ડાબી બાજુએ ચલાવાય છે અને right side ને wrong side કહેવાય છે.
પરંતુ એ જ wrong side એ મારા માટે સાચી side છે.
Wrong side માં જ આપણે એના સાચા ચહેેેરાં જોઈ શકીએ છીએ. માણસો ની સાચી દાનત આપણ ને wrong side માં વાહન ચલાવનારા ને જ જોવા મળે છે.
જ્યાંરે સાચી side મા વાહન ચલાવનારા નો વાંહો જ જોવા મળે છે એટલા માંટે જ લોકો ને પારખી શકતા નથી.
અને wrong side મા વાહન ચલાવવાથી સામે વાળા ના ઈરાદા સમજી શકાય છે. લોકો ની વાહન હંકારવા ની રીત પણ આપન ને જલ્દી સમજી શકાય છે અને પાણી પેહલા પાળ બાંધવી નો હેતુ સિધ્ધ થતો હોય એવું લાગે છે.
Wrong side મા ચલાવનારા લોકો ના દિમાગ તેજ હોય છે એમને ખબર હોય છે કે એમની એક ભૂલ પોતાના અને બીજાના માટે કેટલી નુકશાનકારક નીવડી શકે છે.જ્યારે સીધી દિશામાં આવતા લોકો ખાલી ઘેટાંબકરાં ની માફક અનુસરણ કરે છે એમના દિમાગ સતર્ક નથી હોતા.
Wrong side માંથી આવતો માણસ એ પોતે જ પોતાના પંથ કંડારે છે એમને ક્યારેય કોઈના પર રેવું નથી પડતું.
બધાથી અલગ પોતાની મંજિલ સુધી પહોંચવાનો અનુભવ જ કંઇક ઓર હોય છે,આ રસ્તો માણસ ને જીવન માં ઘણુંબધું શીખવી જાય છે.
ક્યાં,કોની જોડે અને કઈ રીતે વર્તવું એ આ wrong side આપણને સાચી સમજ આપી જાય છે.
લોકો ના વિચારો ની ગંધ એ નરી આંખે જોઈ શકાય છે.
આ માણસ ને ખબર છે કે આ જીવન માં રસ્તા માં ક્યાંથી વળાંક લેવો.
મારો હેતુ આ લેખ માં વાહન ને wrong side મા ચલાવવાનો નથી.