❤ *ધબકાર*❤
❤?❤?❤?❤?❤
તનેય સંભળાતો હશે ઉરધબકાર હરિવર મારો.
એનાથી કરવો રહ્યો તારે સ્વીકાર હરિવર મારો.
આમ તો મારી રજેરજની તને ખબર છે પ્રભુ,
તોય તારે માયાનો કરવો ઉપચાર હરિવર મારો.
લઈ લીધું છે સ્થાન જીહ્વાનું એ ઉરધબકારેને,
ને એજ મહાવરે છે જીવનસાર હરિવર મારો.
શું રાખવી આશા દુનિયાની જે હોય પ્રપંચી,
મારે તો બસ રહ્યો તું આધાર હરિવર મારો.
બની ગયા છે મણકા માળાના ઉરધબકારો,
તારે સ્વીકાર કર્યે જ બસ પાર હરિવર મારો.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
❤❤❤❤❤❤❤❤❤