English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી તો છે આખા જગમાં નિરાલી

જે આંગણામાં તું રમતી'તી
ઘરમાં પા પા પગલી ભરતી'તી
મમ્મી પપ્પાનો હાથ જાલી જાલી
તું મમ્મી પપ્પાની વ્હાલી વ્હાલી

પગમાં ઝાંઝરી પહેરીને કેવી તું ફરતી
હસી હસીને સહુને તું એવી હસાવતી
નાચતી - કૂદતી દઈ દઈને તું હાથ તાલી
તું કાકા કાકીની વ્હાલી વ્હાલી

ઢીંગલી પોતીકે તું ઘર ઘર રમતી
તારા હૈયાની વાતો સહુને કરતી
કેવી મજાની તારી વાતો કાલી કાલી
તું ફૈબા ફુઆની વ્હાલી વ્હાલી

મોટાબેનને મનની બધી વાતો કહેતી
ભાભીની પ્યારી સખી બનીને રહેતી
જીજાજીની નંબર વન સાલી સાલી
તું દીદી-જીજુની વ્હાલી વ્હાલી

રડતી ત્યારે સ્નેહથી તને છાની રાખતા
રમકડાંને ચોકલેટ તરત લાવી આપતા
ભાઈઓ તને ચૂમીને કરતા વાલી વાલી
તું દરેક ભાઈઓની વ્હાલી વ્હાલી

જીવનના તારા કોડ જે હોય અધુરા
કરતા હતા તેઓ હોંશે હોંશે પુરા
મામા-મામીના અતૂટ પ્રેમની પ્યાલી
તું મામા-મામીની વ્હાલી વ્હાલી

ભીંતો પર મારશે તું કંકુ થાપો
રોશે ગામનો ચબૂતરો ને ઝાંપો
આંગણું થઈ જાશે ખાલી ખાલી
તું દાદા-દાદીની વ્હાલી વ્હાલી

દીકરી તું તો છે બે કુળને તારનારી
તારી આ પરીક્ષા છે ખુબજ ભારી
દિપાવજે બન્ને કુળને જેમ ફૂલને માલી
*દીકરી તું આ જગમાં છે નિરાલી

English Shayri by બાબા સત્સંગી : 111113522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now