"એના" થી ના ભાગી શકાય છે
"એના" થી ના સાથે રેહવાય છે...
જીવન હવે માત્ર જીવી જવાય છે...
ઈશ્ક કદાચ ભૂલથી થાય છે
પ્રેમ માં અચાનક "એના" પડી જવાય છે...
સપના "એના"તૂટ્યા જરૂર છે "પણ"
મારા પણ ક્યાં પૂરા થાય છે....
લક્ષ્ય તો આંખ ને તીર થી વીંધાય છે...
પણ બાણ ક્યાં "એના"હાથ માં લેવાય છે...
જમાનો સમય સાથે બદલાય છે...
"એના" હાથમાં હાથ પોરવી વિચારો માં
જીવી જવાય છે...
આંબા ઉતાવળે પકવી દેવાય છે..
કેરીને "એના" સ્વાદ સાથે ગોંધી દેવાય છે...
ક્યાંક રસ પીવાય છે ક્યાંક અથાણું ખવાય છે..
ને વધેલી ગોટલી ને સૂકવી જમણ બાદ મુખવાસ રૂપે પીરસી દેવાય છે....
રોજ દિવસ ઊગે ને રાત થઈ જાય છે...
સમય ને આમ સરી જવા દેવાય છે...
ભૂલ માત્ર માણસ થી થાય છે...
ને નસીબ ને દોષ દેવાય છે...
ના બોલી શકાય છે ના સેહવાય છે
હર્દય થી હર્દય ટકરાય છે...
પણ અવાજ ક્યાં કોઈ ને સંભળાય છે..
દુખાવો અસહ્ય થાય છે ને માત્ર હાથ ને જાણ થાય છે...
ચેહરા ના ભાવ બદલાય છે...
પણ પરિસ્થિતિ ક્યાં બદલાય છે...
ક્ષણ બાદ શું થશે "એના" થી કયાં કહી શકાય છે.
પણ ભવિષ્યવાણી "એના" ગજબ ની થાય છે...
"પત્ર" મારો છે પણ બીજે સરનામે જાય છે...
લખાયો મારે માટે છે પણ ક્યાંક વંચાય છે...
ડૂચો બની "પત્ર" ક્યાંક સંતાય જાય છે...
મારા "પત્ર" ના હાલ મારા થી કયાં જોવાય છે...
પણ ભૂલ મારા "પત્ર" ની છે એ જાણી ને બીજે સરનામે જાય છે...
"નિર્વાણ"