જંગ , વ્યથા ને મુસીબત , બોજ બારેમાસ છે ,
તે છતાં પણ જિંદગીમાં મોજ બારેમાસ છે .
આપવીતી કોણ જાણે હાય મારા મન તણી ?
નૈન ભીતર આંસુઓની ફોજ બારેમાસ છે .
પ્રેમથી કાબુ કર્યું છે મન અમે તો એટલે ,
દિલનાં દ્વારે દિવાળી રોજ બારેમાસ છે .
મોતનાં આ રાઝને બસ પ્રેમથી પામી જવા,
દેહની ભેદી બજારે ખોજ બારેમાસ છે .
હો ભલે "ચાતક" જીવનમાં , ગંગુ તૈલી તે છતાં ,
દિલ મહીં તો એય રાજા ભોજ બારેમાસ છે .
ગફુલ રબારી "ચાતક" .