Visit of "THE ગોપનાથ મહાદેવ Temple"
જામજોધપુરના ઝીણાવારી ગામ (નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય) ત્યાં વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું અદભુત સ્થળ ને તેવો એક ગગનચુંબી અને અડગ એવો ગોપ શિખર જેના મથાળે શોભતું 6ઠી સદી એટલે કે 1400 વર્ષ પહેલા નું નાગર શૈલીમાં બનાવેલ સૂર્યમન્દીર એટલે કે મહાદેવ નું ધામ,ગોપનાથ મહાદેવ મંદિર અથવા ગોપેશ્વર તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે.
શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. આશરે સાતસો કે આઠસો પગથિયાં હશે, પણ 4 થી 5 કિલોમીટર નો ઢાળવાળા રસ્તા પર તમારુ વાહન લઈ ને છેક ટોચ સુધી જઈ શકો. અને રોડટ્રીપ જબરજસ્ત થઈ જાય.
આજુ બાજુ ના ગામડા અને શહેરોમાં મહાત્મ અને પ્રસિદ્ધિ ઘણી પણ રાજ્યવ્યાપી દ્રષ્ટિએ એટલું આકર્ષણ મળ્યું નથી.
મહત્વની વસ્તુ તો એ કે મારા હાલારનો આ પઁથકમાં નામ માત્ર પ્રદુષણ નથી એમાં પણ આવા સ્થળે અદભુત અને અકલ્પનિય અને થોડો થ્રીલિંગ અનુભવ જોઈતો તો બિન્દાસ નીકળી પડો.
કુછ દિન તો ગુજારો હાલાર મેં (જામનગર=હાલાર)
~વિશાલ તેરૈયા
#Gujarat #tourism
@ Gopnath Mahadev