કયારેક નિમઁળ વહેતુ ઝરણું છું,
કયારેક ખળખળ વહેતી નદી.
કોઈના ઘર ની લક્ષ્મી છું,
તો કોઈ ની આંખોનો તારો.
શબ્દો માં સરસ્વતી છું,
તો યુદ્ધ મેદાનમાં દુર્ગા.
પુત્રી રૂપે ખિલખિલાટ કરતી કોયલ છું,
તો બહેન રૂપે સારી દોસ્ત,
પત્ની રૂપે પ્રેમાળ છુ .
તો માં રૂપે વાત્સલ્યનો ભંડાર.
તો કયાંક ત્યાગ બલિદાન અને સમર્પણ ની ભાવનાઓનો સમન્વય.
સ્નેહ નો સાગર લાગણીઓનો ભંડાર છું
કારણ કે હું નારી છું
Happy international women's day