The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તને શોધુ છું #KAVYOTSAV જયારે એકલતાં મને સાંપડે છે, ત્યારે સાથ તારો શોધું છું. આસમાનમાં ટમટમતાં એ તારલાઓમાં ચહેરો તારો શોધું છું પક્ષીઓના કલરવમાં વાતો તારી શોધું છું. મહેકતા એ ફુલોમાં આભાસ તમારો શોધુ છું Dear GOD પૃથ્વી ના એ કણકણ માં તમને હું પામુ છું -- Nidhi Adhyaru
કયારેક નિમઁળ વહેતુ ઝરણું છું, કયારેક ખળખળ વહેતી નદી. કોઈના ઘર ની લક્ષ્મી છું, તો કોઈ ની આંખોનો તારો. શબ્દો માં સરસ્વતી છું, તો યુદ્ધ મેદાનમાં દુર્ગા. પુત્રી રૂપે ખિલખિલાટ કરતી કોયલ છું, તો બહેન રૂપે સારી દોસ્ત, પત્ની રૂપે પ્રેમાળ છુ . તો માં રૂપે વાત્સલ્યનો ભંડાર. તો કયાંક ત્યાગ બલિદાન અને સમર્પણ ની ભાવનાઓનો સમન્વય. સ્નેહ નો સાગર લાગણીઓનો ભંડાર છું કારણ કે હું નારી છું Happy international women's day
વિચારોને વાચા આપતી, જેના શબ્દે શબ્દે હેત ઉભરતા. હસીને જેમાં આવજો વડે વિદાય અપાતી. એ મારી માતૃભાષા મને વહાલી લાગી. કારણકે એ મારી લાગી. વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ
યાદ જયારે હું ઉદાસ થાવ છું ત્યારે તમે કહેલું હમણાં બધુ સારુ થઈ જશે તે શબ્દો યાદ આવે છે. સદા હસતો અને અમારી કાળજી લેતો એ ચહેરો યાદ આવે છે. શાળા એ જવા માટે ઉઠાવતા એ શબ્દો યાદ આવે છે. રાતે કરેલી આખા દિવસની વાતો અને સવારે ગવાતા એ મધુર ભજનો યાદ આવે છે. મારી બધી વાતો સાંભળતા એ દિવસો યાદ આવે છે. હંમેશા આપેલ સાથ અને સલાહ યાદ આવે છે. જીંદગી જીવવા માટે આપેલા એ ઉત્તમ ઉદાહરણ યાદ આવે છે. આજે ભલે તમે અમારી સાથે નથી "બા" પણ તમે આપેલા એ અંતરના આશીર્વાદ આજે પણ હિઁમત આપે છે. Miss you Baa
જયારે લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય, બધા કહે આ કાર્ય તારાથી નહિ થાય. છોડી દે કંઇ બીજો ઓપ્શન શોધી લે. અત્યાર સુધી ના થયું હવે શું તારાથી થવાનું. ભુલીજા એ સપનાને ત્યારે યોગ્ય સમય આવે છે એ કાર્ય પુણઁ કરવાનો. કંઇ કરીને બતાવવાનો. ભગવાનમાં વિશ્ર્વાસ રાખી સતત મહેનત કરવાનો.
એક શબ્દનું વજન કેટલું ? રડતાં ચહેરાને હાસ્યમાં ફેરવી દે. સતત ચિંતામાં રહેતા ચહેરાને ચિંતામુકત કરી દે. એકલી વ્યકિતને સાથ આપે. જરુર પડે ધીરજ પુરી પાડે. કેમ છો પુછવા માત્ર થી દુઃખ ગાયબ થઈ જાય. એક શબ્દનું વજન કેટલું ?
સમય કયારે બદલાઈ એ નકકી નથી, આપણા લાગતા લોકો જયારે આપણા અવગુણ બતાવા લાગે. અને વર્ષો જૂની વાતો યાદ કરી આપણી ભૂલો ગણાવે. ત્યારે એક વાત શીખવા મળે. લોકોને તમારા દોષમાં રસ છે. જરૂરિયાત પૂરી થતાં લોકો પણ બદલાઈ જાય છે.
દરેકને તેના નસીબમાં લખાયેલું નથી મળતું . ધણી વાર મહેનત કરવા છતાંય બધુ હાંસલ નથી થતુ.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser