વર્ષો આપણાં સહવાસ નાં આમ વિતતા જાઇ છે..
તું રોજ પંખુડ઼િ ગુલાબ ની બની માર્ગ માં મારા પથરાઈ છે..
પ્રેમ ના સમર્પણ માં તું શા માટે એકલી જ કદમ નીચે કચડાઈ છે..
રહીં પોતે તરસી તું ઝરણું બની કેમ મુજ ને જ તૃપ્ત કરી જાઇ છે...
શમણાં જો મારા પૂરા થાઈ તો સૌથી વધું તું હરખાઈ છે..
પણ ભિતર વસતા તારા પોતાના સ્વપ્નો તો અધૂરા જ કરમાઈ છે.
તું બની દ્વાર આનંદ નો ,ખુશીઓ ના આગમન માં ખુલી જાઇ છે..
પણ તારી ખુશીઓ ના દરવાજાઓ તો કાયમ બઁધ જ રહીં જાઇ છે...
હસતું મુખડું તારું મને કોઈ ચમકતાં દિપક જેવું દેખાઈ છે.
રોશન કરી સૌ નું જીવન તું પોતે અંધારા નાં ભિતર જ વસી જાઇ છે...
શબ્દો જોડે ગૂંથી ,મારા મૌન ને પણ તું સાંભળી જાઇ છે...
પણ તારા અંદર વહેતો વાતો નો દરિયો તો વનકહ્યો જ સુકાઈ છે..
જીવન રૂપી આ ધગઢગ તાં તડકાં ને પાલવ માં તારા છાયડો મળી જાઇ છે..
પણ જીંદગી ની ભરબપોરે ,તાપ માં તો તારી જ કાયા શેકાઈ છે..
જોડી રાખવા મુજ પરિવાર ને દોર બની તું વચ્ચે ખેંચાઈ છે..
આમ મુજ જીવન ને પુર્ણ કરવા તું કેટકેટલા ટુકડાઓ માં વહેંચાઈ છે..
ANV◆
Dedicated to all women..you all are strength... nothing less than that..