પાંપણ પર પડ્યા છે શમણાંઓ હજાર,
કોઇક પૂર્ણતા પામ્યા,તો કોઈક ભાંગ્યા છે વારંવાર,
ઘર થી નીકળ્યો છું શોધવા શાંતી નો અણસાર
ભટક્યો છું, ભટક્યો છું,કરવા હૂં ખુદ નો જ ઉદ્ધાર.
અસ્ત્ર શસ્ત્ર વગર ફક્ત લડે રાખું છું....
સમજાતું નથી કે આ જીવન છે કે યુદ્ધ નું મેદાન..?
જીવું છું, પણ જીવંત નથી... હસું છું પણ હાસ્ય નથી.
હૃદય છે કે પછી એના સ્થાને મુકેલા પત્થર નો ભાર..?
ANv◆