Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે જાણો
ભગવાન શિવના અવતાર વિશે...
અને શિવલિંગ એટલે શું?...

અવતાર.....?
હા અવતાર... ભગવાન શિવ અજન્મા છે પરંતુ જગત કલ્યાણ હેતુ પારાવાર એમણે વિવિધ અવતાર લીધા છે...

તમે કેટલા અવતાર વિશે જાણો છો?

બે, ચાર કે પછી આઠ...?

હકિકતે ભગવાન શિવના કુલ ૧૯ અવતાર છે.

જેમાં ૧૮ અવતારની પૂજા થાય છે જ્યારે ૧૯મા અવતારને ભગવાન શ્રી કૃષ્ણજીનો શ્રાપ હોવાથી પૂજા કરવામાં આવતી નથી...

૧) પિપ્પલાદ અવતાર.
૨) નંદી અવતાર.
૩) વિરભદ્ર અવતાર.
૪) કાળભૈરવ અવતાર.
૫) ગૃહપતિ અવતાર.
૬) શરભાવતાર.
૭) દુર્વાસા અવતાર.
૮) હનુમાન અવતાર.
૯) યતિનાથ અવતાર.
૧૦) કૃષ્ણદર્શન અવતાર.
૧૧) અવધૂત અવતાર.
૧૨) ભિક્ષુવર્ય અવતાર.
૧૩) સુરેશ્વર અવતાર.
૧૪) કિરાત અવતાર.
૧૫) સુનટનર્તક અવતાર.
૧૬) બ્રમ્હચારી અવતાર.
૧૭) યક્ષ અવતાર.
૧૮) વૃષભ અવતાર.
૧૯) અશ્વત્થામા અવતાર.

આ છે મહાદેવના ૧૯ અવતાર...

હવે શિવલિંગ એટલે શું...?

ખરેખર આ વાત જણાવવી મારા માટે જેટલી અગત્યની છે એટલી જ શરમજનક પણ છે...
કારણ...? કારણ એ જ કે આપણે આપણી જ સંસ્કૃતિ આપણા જ વેદો અને ગ્રંથોથી વિમુખ થઇ ગયા છિયે.
આપણને આપણી જ સંસ્કૃતિની ખબર નથી.
અને એનું કારણ છે આપણી શિક્ષણ પ્રણાલી...
અરે જે જ્ઞાનમાં છે એ વિજ્ઞાનમાં નથી પરંતુ જે વિજ્ઞાનમાં છે એનાથી કેટલાય ગણું વધુ જ્ઞાનમાં છે...
જે શોધ અત્યારના પુસ્તકિયાઓ હજુ કરી પણ નથી શક્યા એ આપણા ઋષિમુનિઓ સદિઓ પહેલાં કરી ગયા અને ગ્રંથ તથા વેદ રુપે આપણને એનો અમૂલ્ય વારસો આપતા ગયા, કે જેથી કરીને આવનારી પેઢીને એની શોધમાં સંપૂર્ણ જીવન વ્યર્થ ના કરવું પડે તથા એ જ્ઞાનને હજુ આગળ વધવા મળે...(લાઇક અપગ્રેડ થાય)...
અપગ્રેડ તો થયું પણ મનુષ્યમાં નહીં મોબાઇલમાં...

ચલો છોડો... આ તો લાંબું ચાલશે... અને ભટકવું મારી તાસિર નથી...

શિવલિંગ એક સંસ્કૃત શબ્દ છે.
શિવ (મહાદેવ)+ લિંગ (પ્રતિક) એટલે કે,
મહાદેવનું પ્રતિક = શિવલિંગ.
જેમ સ્ત્રીલિંગ = નારીનું પ્રતિક/પુર્લિંગ= પુરુષનું પ્રતિક.

એવી જ રીતે શિવલિંગ એટલે શિવનું પ્રતિક...

આપણે સૌ જાણીએ છિયે કે સર્વપ્રથમ શિવ એક પ્રચંડ અગ્નિસ્તંભ સ્વરુપે પ્રકટ થયા હતા.
એ વખતે જેમ સ્થિર પાણીમાં ઉપરની તરફથી ધસી આવતી કોઇ શક્તિ અફળાય અને પાણી ઊછળેને જે આકાર દ્રષ્ટિગત થાય એ આકાર ભગવાન વિષ્ણુને દ્રષ્ટિગત થયો અને એમણે એની પત્થર સ્વરુપમાં રચના કરી અને એને શિવલિંગ તરિકે પ્રસ્થાપિત કર્યું...
આમ શિવના પ્રતિક રુપે શિવલિંગની પૂજા થાય છે...

તો મિત્રો શિવલિંગ એટલે શિવનું પ્રતિક...બીજું કંઈ જ નહિં. આપ કોઇપણ સ્વરુપમાં મહાદેવની ઉપાસના કરી શકો છો. પણ એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે કદિયે શિવપ્રતિકની(શિવલિંગની ) પૂર્ણ પ્રદક્ષિણા કરવી નહિં...

હર હર મહાદેવ... હર...

Gujarati Motivational by Kamlesh : 111102203
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now